સામાન્ય જ્ઞાન તા. ૨૯/૩/૧૫
૧) સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમવાર ભારતરત્નનું સન્માન કોઈ વ્યક્તિના ઘેર આપવામાં આવ્યું હોય તેવું બનવા પામ્યું છે, વાજપેયીને ૨૭/૩/૧૫ ના રોજ ભારતરત્ન અપાયોએ પ્રસંગ રાષ્ટ્રપતિભવન બહાર બન્યો, આ પહેલા તમામ ભારતરત્ન રાષ્ટ્રપતિભવનના કાર્યક્રમમાં જ આપવામાં આવ્યા છે. આ વખતે પ્રથમ વાર પ્રોટોકોલ તૂટવા પામ્યો છે.
૨) વાજપેયી પ્રથમ એવા પૂર્વ વડાપ્રધાન છે કે જેણે સયુંકત રાષ્ટ્રસંઘમાં ભારત તરફથી હિન્દીમાં ભાષણ ત્યાં આપેલું. તેઓ ત્રણવાર વડાપ્રધાન પદ ભોગવી ચુક્યા છે.
૩) ભારત પાસે એક સર્વે મુજબ ૧૨૦૮ ટાપુઓ છે, અને ૧૮૫ જેટલી દીવાદાંડી છે, હાલ સરકાર વસ્તી ન ધરાવતા ટાપુ પર ફિલ્મ મેકિંગ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું વિચારી રહી છે.
૪) હાલની સરકાર પહેલા પણ આવો એક પ્રયાસ વાજપેયીની સરકાર વખતે થયો હતો. આ પ્રોજેક્ટને ત્યારે સગરમાલા તેવું નામ આપવામાં આવ્યું હતું.
૫) મંગળ ગ્રહના આભ્યાસ માટે ક્યોરોસીટી રોવર નામનો પ્રોજેક્ટ અમેરિકાએ શરુ કરેલ છે.
૬) હાલ ઉષા ઈન્ટરનેશલ લિમિટેડે ૬ ફ્લેમ પુરસ્કાર ૨૦૧૫ નો ગોલ્ડન એવોર્ડ જીતેલ છે.
૭) સામાન્ય માણસોની ફરિયાદ સંભાળવા માટે સરકારે પ્રગતી પ્લેટફોર્મ નામનો કાર્યક્રમ શરુ કરેલ છે.
૮) ભારતે અવકાશક્ષેત્રે આઈ.આર.એન.એસ.એસ. ૧ ડી. શ્રી હરિકોટાથી સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતેથી પી.એસ.એલ.વી. ૨૭ દ્વ્રારા સફળ પ્રેક્ષેપણ કરવામાં આવ્યું.
૯) જી.પી.એસ. સિસ્ટમ માટે આઈ.આર.એન.એસ.એસ. ૧ ડી ૧૪૨૫ કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે, તે પૃથ્વીથી ૩૬૦૦૦ કિમીના અંતરે સ્થાપિત કરાશે. આ પહેલા ત્યાં આઈ.આર.એન.એસ.એસ-૧, એ-૧, બી-૧ સ્થાપિત થઇ ચુક્યા છે.
૧૦) આ ગ્રહને અગાઉ ૯ માર્ચે છોડવાનો હતો પરુંતુ ટેકનીકલ ખામીના કારણે મોડું થયું છે. ભારતનું ઇસરો મથક વર્ષ ૨૦૧૬ સુધીમાં વધુ એક નેવિગેશન ઉપગ્રહ છોડશે.
૧૧) સાયના નેહવાલ બેડમિન્ટન વિશ્વ રેન્કિંગમાં નંબર વન બન્યા, ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સુપર સીરીઝની સેમી ફાઈનલમાં કેરેટીના હારી જતા તેને પ્રથમ સ્થાન મળ્યું છે.
Thanks to Dilipsinh Solanki