સામાન્ય જ્ઞાન તા. ૯/૪/૧૫
૧) આઈ.પી.એલ.-૮ નો ગઈકાલથી પ્રારંભ થયો, કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડીયમ ખાતે ઉદ્ઘાટન સેરેમની યોજાઈ આ રમત ૪૭ દિવસ સુધી ચાલશે.
૨) વર્ષ ૨૦૧૫ ના બઝેટમાં થયેલ જાહેરાત મુજબ વડાપ્રધાન દ્વારા મુદ્રા બેન્કને ગઈકાલે લોન્ચ કરવામાં આવી,
૩) M U D R A નું પૂરું નામ માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ ફંડ રિ ફાઈનાન્સ એજન્સી થાય છે.
૪) મુદ્રા બેંક યોજના હેઠળ વડાપ્રધાન દ્વારા ત્રણ પ્રોજેક્ટ આમલી બનશે. શિશુ, કિશોર અને તરુણ.
૫) મુદ્રા બેંકમાં શિશુ અંતર્ગત ૫૦ હજાર લોન મળશે, કિશોર અંતર્ગત ૫૦ હજાર થી ૫ લાખ સુધી, તરુણ હેઠળ ૫ લાખથી ૧૦ લાખ સુધી મળવા પાત્ર છે. ધંધાકિય સાહસ માટે.
૬) સ્વદેશી ટેકનોલોજીથી બનેલું બેલિસ્ટિક વિક્ષેપક્ મિસાઈલ એડવાન્સ એર ડીફેન્સ ઇન્ટરસેપ્ટરનું દસમું પરિક્ષણ નિષ્ફળ.
૭) અમેરિકામાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે હેલ્પ લાઈન નંબર ૯૧૧ છે.
૮) ભારતમાં કોઈપણ મુશ્કેલીમાં ફસાયેલા લોકો માટે હેલ્પ લાઈન નંબર ૧૧૨ શરુ કરવાની ભલામણ કરાઈ.
૯) ટ્રાઈ દુર સંચાર ક્ષેત્ર દ્વ્રારા ૧૧૨ નંબરની સેવા શરુ થયા બાદ ૧૦૦,૧૦૨, ૧૦૮ જેવી સેવાના નંબરો તેના સહાયક નંબર તરીકે કામ કરશે. સમગ્ર દેશમાં એકમાત્ર ૧૧૨ જનરલ નંબર તરીકે કામ કરશે.
૧૦) બ્રિટનમાં ભારતીયમૂળના પ્રતાપ સિંહને આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વિશેષ સિધાંતના પ્રભાવ હેઠળના પ્રયોગમાં સફળતા બદલ ઇન્સ્ટીટયુટ ઓફ ફિજિક્સ નામનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
૧૧) એક જ પરિવારમાં છ પદ્મ પુરસ્કાર બચ્ચન પરિવારને મળ્યા છે.
૧૨) હરિવંશ રાય, જયા બચ્ચન, એશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, આ તમામને આ પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
૧૩) ગઈકાલે અમિતાભ બચ્ચનને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
૧૪) ટ્રેઝડી કિંગની છાપ ધરાવતા દિલીપ કુમારને પણ પદ્મ વિભૂષણ થી સન્માનવામાં આવ્યા, જોકે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ હાજર રહ્યા ના હતા.
૧૫) મહારાષ્ટ્ર સરકારે પ્રાઈમ ટાઈમમાં માત્ર મરાઠી ફિલ્મ ચલાવવનો સિનેમાઘરોને આદેશ આપ્યો છે તેની ટીકા કરવા બદલ જાણીતા લેખિકા શોભા ડે હાલ ચર્ચામાં છે.
Thanks to Help Dilipsinh solanki
THANKS TO VISIT...