Current affir 28
સામાન્ય જ્ઞાન તા. 21/03/2015
૧} ગઈ કાલની ૨૦ માર્ચના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી
(૨૦ માર્ચ ૧૬૦૨)
૨} વર્ષ ૨૦૧૦ થી વિશ્વચકલી દિન ઉજવવામાં આવે છે. ચકલીને દિલ્હીમાં રાજ્ય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
૩} ક્રિકેટ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૬ વિકેટથી હરાવ્યું, આગામી ૨૬ માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલમાં આમને - સામને.
૪ } એર એશિયા ઇન્ડિયાના સી. ઈ. ઓ. મિત્ ચાંડીલ્ય છે.
૫} ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉમેદવારોના ફોટોગ્રાફ ૧ મેં ૨૦૧૫ થી ડિસ્પ્લે કરવાનું શરુ કરશે.
૬ } દહેરાદુન થી રાયબરેલી જતી જનતા એક્ષ્પ્રેસ્ ના ચાર ડબ્બા પાટા પરથી ખડી પડ્યા, તેમાં ૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા અને ઘણા ઘાયલ થયા છે.
૭} કાળાનાણાના દુષણને ડામવા ગઈકાલે લોકસભામાં તેને લાગતું બિલ પસાર કરવામાં આવ્યું , કાળું નાણું છુપાવનારને ૧૦ વર્ષની કેદ અને આકરી સજા થઇ શકે છે.
૮ } ગઈકાલે જમ્મુ-કાશ્મીરના રાજબાગ પોલીશ સ્ટેશન પર આંતકવાદી હુમલો થયો, તેમાં બંને આંતકવાદી ઠાર મરાયા, અને બે સુરક્ષા જવાનો પણ શહીદ થયા.
૯ } એક સમાચાર મુજબ ફીફા મહિલા વિશ્વકપ ૨૦૧૯ ફ્રાંસમાં યોજાશે.
૧૦} ૨૦ માર્ચના રોજ રાજ્યસભામાં કોલસા અને ખનીજ બિલ પસાર કરવામાં આવ્યું.
૧૧} હાલ ભારતના ૨૭ ઉપગ્રહો કાર્યરત છે, તેમાંથી ૧૧ જેટલા સંદેશ વ્યવહારમાં કામ કરી રહ્યા છે.
સામાન્ય જ્ઞાન તા.22/3/15
૧) આજ સુધીમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં દસ વાર મેચ રમી ચૂક્યું છે, તેમાની સાત મેચ ઓસ્ટ્રેલિયા જીતી ચૂક્યું છે. અને ત્રણમાં ભારત જીતેલું.
૨) આજ સુધીમાં ઓસ્ટ્રેલિયાને ભારત ત્રણ હાર આપી શક્યું છે, એ વર્ષ ૧૯૮૭, ૧૯૯૩, ૨૦૧૧ હતા.
૩) ગઈ કાલે ૨૧-૩-૨૦૧૫ ના રોજ ગાંધીનગરના મહાત્મામંદિર ખાતે યુવાપ્રતિભા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે જુદી-જુદી રમતમાં અગ્રેસર આવેલા યુવાનોને બિરદાવ્યા હતા.
૪) સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનો પ્રાગટ્ય દિન ચેટીચાંદ તરીકે ઓળખાય છે. જેની ઉજવણી ગઈ કાલે ધામ-ધૂમથી થઇ.
૫) ૨૧ માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય વન દિન તરીકે ઓળખવામાં આવે છે.
૬) ગોંડલના મહારાજા ભાગવત સિંહજીએ ૭૦ વર્ષ પહેલા વ્રુક્ષ છેદન ધારો અમલી બનાવ્યો હતો. જે મુજબ વ્રુક્ષ કાપનારને સજા પણ થઇ શક્તી.
૭) હાલમાં પાકિસ્તાન ટીમના બે ખેલાડીઓ મિસ્બા ઉલ હક્ક અને શહીદ આફ્રીદીએ વન – ડે ક્રિકેટ માંથી નિવૃત્તિ લાધી, આમ જોઇએ તો આફ્રીદી ૪૦૦ મી મેચ ચુક્યો, અને મિસ્બાહે ક્યરેય એકેય સદી નોંધાવી જ નથી.
૮) ભારતનું એકમાત્ર એવું હવાઈ મથક કે જ્યાં વર્ષ ૨૦૧૪-૧૫ માં દસ લાખ યાત્રિકોએ તેની સેવા લીધી છે. અને તે છે હૈદરાબાદ આંતર રાષ્ટ્રીય હવાઈ મથક.
૯) અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સીટીએ કેદીઓને શિક્ષિત કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
૧૦) તેલંગના રાજ્યમાં આવેલું કિન્નરે સની વન્યજીવ અભ્યારણ ખૂબજ પ્રખ્યાત છે.
સામાન્ય જ્ઞાન તા. ૨૩/૩/૧૫
૧) વિશ્વકપ ક્રિકેટ ૨૦૧૫ ના સૌથી સફળ વિકેટકીપર તરીકે મહેન્દ્રસિંહ ધોનીને ગણાવાયા.
૨) ગઈકાલે ૨૨/૩/૧૫ ના રોજ દેશના પ્રધાનમંત્રીએ જનતાને છઠ્ઠી વાર રેડીઓ દ્વ્રારા સંબોધી. સૌપ્રથમ "મન કી બાત" કાર્યક્રમ ઓકટોબર-૧૪ માં રજુ થયો હતો.
૩) કેન્દ્ર સરકારે સાત પ્રકારની રસીઓ આપીને અલગ-અલગ રોગોથી બાળકોને બચાવી શકાય તે માટે જે કાર્યક્રમ આપ્યો તે "ઇન્દ્ર ધનુષ્ય" નામ થી ઓળખાય છે.
૪) આંતકવાદ પર પ્રથમવાર આંતર રાષ્ટ્રીય સંમેલન જયપુરમાં આયોજિત કરવામાં આવ્યું છે.
૫) રાજેન્દ્રસિંહને સ્ટોક હોમ જળ પુરસ્કાર ૨૦૧૫ મળ્યો છે, તે ભારતમાં "વોટર મેન ઓફ થી ઇન્ડિયા" તરીકે ઓળખાય છે.
૬) પાકિસ્તાનના ખૈબર માં સૈન્યની કાર્યવાહી ૮૦ આતંકવાદીઓ ને મારવામાં આવ્યાં, તેમા ૭ સૈનિકોના પણ મૃત્યુ થયા છે.
૭) ઇન્ડિયન વેલ્સમાં સાનિયા મિર્ઝા અને માર્ટીના હગીન્સને વિમેન્સ ડબલનો ખિતાબ મળ્યો .
૮) તા. ૨૨/૩/૧૫ ના રોજ અમેરિકા દ્વારા પોતાનું સૈન્ય યમન માંથી પાછું બોલાવવામાં આવ્યું..
૯ ) સરકાર ૨૦૨૦ સુધીમાં ૧૦૦ ટકા રસીકરણ માટે સંકલ્પિત છે તેવું કહેતા જે. પી .નાદ્ડા.
૧૦) હાલમાં યોજાયેલ ચોથા રાષ્ટ્રીય ફોટોગ્રાફી પુરષ્કારમાં સુરેન્દ્ર આર. પટેલને લાઈફ ટાઈમ અચિવમેન્ટ પુરષ્કાર મળ્યોઃ.
THANKS TO VISIT.....