Current affir 26
સામાન્ય જ્ઞાન 20-3-2015
1) આગામી તા.27/3/15 થી સુરત-રાજકોટ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે. આ ફ્લાઇટ સપ્તાહનાં છ દિવસ ઓપરેટ કરાશે.
2 ) લેકમે ફેશન વીકને 15 વર્ષ પુરા થવાની ઉજવણી રૂપે મુંબઇ ખાતે તા.18 થી 22 માર્ચ સુધી લેકમે ફેશન વીકનો પ્રારંભ કરવામાં આવ્યો.
3 ) શ્રીલંકાનાં બે ક્રિકેટરો કુમાર સાંગાકારા અને માહેલા જયવર્દને વન-ડે ક્રિકેટ માંથી નિવૃતિ જાહેર કરી.
4 ) જૂનાગઢની ક્રૃષિ યુનિ.ની શાખા વેટરનરી કોલેજને "વેટરનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા" દ્વારા માન્યતા આપવામાં આવી, હવેથી ગુજરાત બહારના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરશે.
5 ) થોડા સમય પહેલા દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ચક્રવાત આવ્યું હતું તેને "પામ" નામ અપાયુ હતું.
6 ) ફૂટબોલ રમત માટે એશિયન ફૂટબોલ કપ 2019 નાં વર્ષમાં યુ.એ.ઈ.માં રમાશે.
( સયુંક્ત આરબ અમિરાત )
7 ) "ગબ્બર ઇઝ બેક" ફિલ્મનું ટ્રેલર 23 માર્ચે રજૂ થશે.આ ફિલ્મ 2002 માં બનેલી તમિળ ફિલ્મ રામન્નાની રિ-મેક છે.
8 ) ભારતનાં બજારમા હવે સ્ટ્રાટાસિસ કંપનીનાં થ્રી.ડી પ્રિન્ટરનું આગમન થયું હાલ તેની કિંમત એક લાખ ₹ છે..
9 )વિશ્વકપ ક્રિકેટમાં ભારતે બાંગ્લાદેશને હરાવી સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન જમાવ્યું.
10 ) ગઇકાલની મેચ જીતવાની સાથે ધોનીની 100 મી જીત બની, અને ધોની વિશ્વનાં સૌથી સફળ કેપ્ટનમાં ત્રીજા સ્થાને પહોચ્યા.
THANKS TO DILIPSINH SOLANKI