આજકાલ ફેસબુક પર માતા-પિતા એમના સંતાનોના રિઝલ્ટ મિત્રો સાથે શેર કરીને સંતાનની હોશિયારી પર ગૌરવ લઇ રહ્યા છે. અમૂક વર્ષો પહેલા મેં પણ મારી બહેનનું રિઝલ્ટ ફેસબુક પર મૂકેલું. તેને 98% માર્ક આવ્યા એટલે રાજી થઈને પરિણામનું જાહેર પ્રદર્શન કર્યું. કોઈપણ પિતાને કે માતાને સંતાનના સારા પરિણામની જાણ કરવામાં આનંદ આવે જ એ સહજ છે. પણ પછી ખબર પડી કે મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામો આવા જ આવે છે.
ખાનગી શાળાઓ માર્ક આપવામાં બહુ જ ઉદાર હોય છે. માર્કનો ઢગલો જ કરી દે. અરે ગુજરાતી કે અંગ્રેજી જેવા ભાષાના વિષયમાં પણ 100 માંથી 100 માર્ક આપે. પિતાને કોઈ દિવસ 50% ઉપર માર્ક ના આવ્યા હોય એ જ્યારે સંતાનના 98% જુવે એટલે એની છાતી 36ની નહિ પણ 56ની થઇ જાય. સંતાનની વિદ્વતાથી માં-બાપ મોજમાં આવી જાય અને બાળકનું બીજા વર્ષનું એડમિશન એ જ શાળામાં કન્ફર્મ થઇ જાય. બાળક પણ ખુશ, એના માં-બાપ પણ ખુશ અને શાળા પણ ખુશ.
જો કે આમાં વાંક માત્ર શાળાનો પણ નથી કારણકે જો કોઈ શાળા ખરેખર સાચું જ પરિણામ આપવાનું ચાલુ કરે તો ટકાવારીનો ઢગલો કરી દેતી નબળી શાળાઓ શાળાઓ સામે પણ ટકી રહેવું મુશ્કેલ થાય. માર્કેટિંગ સ્ટ્રેટેજીના એક ભાગ રૂપે જ કદાચ આવું થતું હશે અને જો પરિણામ સાચું જ હોય તો 9માં ધોરણ સુધી 90% લાવનારા 10માં ધોરણના પરિણામમાં સાવ અચાનક કેમ નબળા પડી જાય છે ?(અમુક અપવાદોને બાદ કરતા)
તમારા સંતાનોને ટકાવારીની ફૂટપટ્ટીથી માપવાની ભૂલ ના કરતા નહીંતર શાળાઓની આ રમતમાં નુકશાન તમને અને તમારા સંતાનોને જ થશે. હું શાળામાં ભણતો હતો એ વખતના સરકારી શાળાના પરિણામોને આજના પરિણામો સાથે સરખામણી કરીને જોતા મને એવું લાગ્યું કે હું તો સાવ ડોબો જ હતો......
☆● ધોરણ 10 નુ પરીણામ ની તારીખ પણ જાહેર થઈ ગઈ 24/05/2018 ના રોજ
♤♡ ધોરણ 10 ના પરીણામ ની રાહ જોઈ રહેલ દરેક વિધાર્થીઓને સારા ટકા સાથે પાસ થાયો તેવી શુભેચ્છાઓ
☆● ધોરણ 10 નુ પરીણામ ની તારીખ પણ જાહેર થઈ ગઈ 24/05/2018 ના રોજ
♤♡ ધોરણ 10 ના પરીણામ ની રાહ જોઈ રહેલ દરેક વિધાર્થીઓને સારા ટકા સાથે પાસ થાયો તેવી શુભેચ્છાઓ
પરીણામ જોવાની વેબસાઈટ
♤♡ ઞુરુકૃપા ટ્યુશન કલાસીસ ♤♡
♤♡ સોલંકી મહિપાલસિહ ♧♡