40 કાર, 13 વિમાનના કાફલા સાથે આવશે
ઓબામા, સેટેલાઇટથી રખાશે
ઇન્ટરનેશનલ ડેસ્કઃ
આગામી 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર
દિવસની ઉજવણીના અવસર પર મુખ્ય
અતિથિ તરીકે
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક
ઓબામા ભારતના પ્રવાસે આવી રહ્યા છે.
એવું પ્રથમવાર બનશે કે કોઇ
અમેરિકી રાષ્ટ્રપતિ ગણતંત્રના દિવસે
ભારતના પ્રવાસે આવશે.
રાષ્ટ્રપતિ બરાક
ઓબામા દુનિયામાં સૌથી વધુ
સુરક્ષા મેળવતા નેતા છે ત્યારે
તેમની સુરક્ષા સંભાળતા સિક્રેટ
સર્વિસના અધિકારીઓ સુરક્ષાની અંતિમ
તૈયારીમાં લાગી ગયા છે. તેઓ ચૂક
રાખવા માંગતા ન હોવાના કારણે
રાજપથ પર હેલિકોપ્ટર મારફતે પણ
નિરીક્ષણ રાખવામાં આવશે. સિક્રેટ
સર્વિસની એક ટીમ પહેલાથી ભારત
આવી ગઇ છે અને ભારતીય એજન્સીઓ સાથે
મળી તેમની સુરક્ષાને અંતિમ રૂપ
આપી રહી છે.
એક અહેવાલ પ્રમાણે બરાક
ઓબામાની સુરક્ષા અમેરિકાના સેટેલાઇટ
સર્વિલન્સ મારફતે પણ કરવામાં આવશે તેઓ
જ્યાં પણ જશે ત્યાં સેટેલાઇટ મારફતે
તેમના પર નજર રાખવામાં આવશે. અગાઉ
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક
ઓબામા નવેમ્બર,2010માં પ્રથમવાર
ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે
તેમની સાથે 40 એરક્રાફ્ટ સાથે
આવ્યા હતા. જેમાં તેમના વિમાન
એરફોર્સ વનનો પણ સમાવેશ થાય છે.
એરક્રાફ્ટમાં પોતાની અત્યાધુનિક કાર
બ્લેક કેડિલિક અને હેલિકોપ્ટર સાથે
આવ્યા હતા. તેઓએ ભારતની કારો અને
હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો નહોતો.
રાષ્ટ્રપતિ બરાક
ઓબામાના મોબાઇલમાં અમેરિકન
ન્યૂક્લિયર લોન્ચના કોડ તેમજ ન્યુક્લિયર
હથિયારોના સિક્રેટ કોડ
સાચવવામાં આવ્યા છે. તેમનો ફોન બોમ્બ
હુમલાથી માંડી કેમિકલ હુમલાને પણ સહન
કરી શકે છે. વાઇરસ હુમલાનો તેમના ફોન
પર કોઇ અસર થતી નથી.
એક અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ બરાક
ઓબામા પોતાની આગામી ભારત પ્રવાસ
દરમિયાન દિલ્હી અને મુંબઇ અને
આગ્રાની મુલાકાત લે તેવી સંભાવના છે.
તેમના પ્રવાસ અગાઉ ઓબામા માટે 40
અત્યાધુનિક કારો, 3 હેલિકોપ્ટર, અને
13 એરક્રાફ્ટ ભારત આવી પહોચશે.
ગયા મહિને અમેરિકન સિક્રેટ
સર્વિસના અધિકારીઓએ ઓબામા જે
સ્થળોની મુલાકાત લેવાના છે
ત્યાંની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
ઉપરાંત ઇમરજન્સી સમયમાં ઓબામા અને
તેમના પરીવારની સુરક્ષા માટે 3
જહાજો અને એક ચોપરની પણ
વ્યવસ્થા કરવામાં આવી છે.
એક અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ બરાક
ઓબામા દિલ્હીની હોટલ મોર્ય
શેરેટોનમાં રોકાવાના છે ત્યારે સિક્રેટ
સર્વિસની એક ટીમ 12 જાન્યુઆરીથી જ
હોટલની સુરક્ષાની જવાબદારી પોતાના હાથમાં લઇ
લેશે. 12 જાન્યુઆરી બાદ કોઇને પણ
હોટલમાં રૂમ આપવામાં આવશે નહી. સિક્રેટ
સર્વિસના અધિકારીઓ હોટલની તમામ
રૂમની બારીકાઇથી ચકાસણીની સાથે
સાથે ઓબામાના તમામ રૂટ અને
રોકાણના સ્થળો પર
સુરક્ષાની જવાબદારી પણ સંભાળશે.
સિક્રેટ સર્વિસ
ઓબામાની સુરક્ષામાં કોઇ ચૂક
રાખવા માંગતી ન હોવાના કારણે
અમેરિકી સર્વિલન્સ સેટેલાઇટ મારફતે પણ
નિરીક્ષણ કરવામાં આવશે.
સિક્રેટ સર્વિસની સાથે સાથે ભારતીય
એજન્સીના અધિકારીઓ પણ
અમેરિકાની સુરક્ષા સંભાળશે.
ઓબામા પરેડ દરમિયાન લગભગ
અઢી કલાક સુધી એક જ સ્થળે બેસી રહેશે
જેને કારણે સુરક્ષા એજન્સીઓ માટે
તેમની સુરક્ષાનો પડકાર વિશેષ છે કારણ
કે પોટ્રોકોલ પ્રમાણે ઓબામા કોઇ એક
જ સ્થળે 20 મિનિટ કરતા વધુ સમય
રોકાઇ શકે નહી.
ઓબામા પોતાની સાથે બ્લેક કેડિલેક કાર
લઇને આવશે. જેમાં એવી કોમ્યુનિકેશન
સિસ્ટમ લગાવવામાં આવી છે
ઓબામા ક્યાંય પણ જાય પણ સતત વ્હાઇટ
હાઉસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને
અમેરિકાના સ્ટ્રેજીક
કમાન્ડના સંપર્કમાં રહી શકે.
ઓબામા અમેરિકી એરફોર્સ
દ્વારા રાષ્ટ્રપતિના હવાઇ સફર માટે
ખાસ ડિઝાઇન કરવામાં આવેલા એરફોર્સ
વનમાં ભારત આવશે. આ વિમાન કોઇ પણ
હુમલાનો સામનો કરી શકે છે.
તેમાં અત્યાધુનિક
હથિયારો લગાવવામાં આવ્યા છે.
જેની જાળવણી અને પ્રવાસનો એક
કલાકનો અંદાજિત ખર્ચ એક લાખ ડોલર
જેટલો થાય છે. એરફોર્સ વનમાં હવામાં જ
ઇંધણ ભરી શકાય છે. વિમાનનો ઘેરાવ
4000 સ્ક્વેયર ફૂટ છે.
તેમાં રાષ્ટ્રપતિ માટે તમામ
સુવિધાઓથી સજ્જ એક ખાસ સ્યુટ છે.
ઉપરાંત એક મેડિકલ સ્ટુય પણ જેમાં 24
કલાક માટે એક ડોક્ટર રહે છે.
વિમાનમાં એક સમયે 100 લોકો માટે
ભોજન બનાવી શકાય તેવુ મોટું રસોડું છે
જેમાં બે રસોઇયા હંમેશા તૈયાર જ હોય છે.